Wednesday, 5 February 2014

"પ્રેમ - પાંચમો વેદ "

પ્રયત્નનાં પ્રાંગણમાં ફેલાયેલું અજવાળું આજે કઇંક જુદો જ ઈશારો કરી રહ્યું હતું ..ને આખી રાતના ઉજાગરા પછી  થોડીક વાર માટે મીંચાયેલી અધમૂઇ આંખો આ અજવાળાથી અંજાઈ ગઈ હતી .
            શું હતું આ રાત ઉજાગરાનું કારણ કે જેનું કોઈ જ મારણ ન હતું. અમથે અમથી નાની વાત , વટે ચડીને  શિયાળામાં થીજી ગયેલી રૂ ની વાટ જેવી થઈ ગઈ હતી . એક દિવાસળીની આગ હવે એને પ્રજ્વલ્લિત કરવા અક્ષમ છે કોણ જાણે કેટલી દિવાસળી તેની જાતને જલાવશે આ વાતને રાખ કરવા...ને રાખ થશે કે કેમ એ  સવાલ છે..ડર છે કે જલી ગયેલી સીંદરી જેવા હાલ ન થાય..કે જલી તો જાય પણ વળ ન છોડે.ખેર મગજના દરવાજા બંધ થઈ ગયા છે દિલના દરવાજામાંથી જ આ આવન જાવન થઈ રહી છે....કોની ? ના સમજ્યા ?
                પ્રેમ નામના સંબંધની દોર આજે લક્ષ્મણ ઝુલાની જેમ બે સમાન તથ્યો વચ્ચે ઝૂલી રહી છે, બંને પક્ષે કારણો સરખા પરંતુ તારણો જુદા જુદા.સમાંતરે વહેતા ખ્યાલોના મૂળને  કોઈ શકને  ઊધઈ કોતરી રહી હતી જે હવે સપાટી પર દેખાઇ છે...ન દવા લાગુ પડે છે ન કોઈ ઉપાય
          લાગણી ભરેલા હૈયાની નાવ આમ કેમ હાલક ડોલક થાય છે ?? આ સવાલ હંમેશા માનવીને પજવતો રહ્યો છે ને પજવતો રહેશે...સાથના સત્યને પામવા સમાજ સામે જંગે ચડતા આ હૈયાઓ સાથ પામતા જ સાત જોજન દૂર કેમ થઈ જતાં હશે  ??? સળગતા  સવાલનાં તણખા બીજે પણ ચિનગારી લગાડતા જતાં હોય છે. થાય શું આ બધુ જ આ અઢી અક્ષરના શબ્દ દ્વારા રચાયેલું અસ્તિત્વ છે જે કાળક્રમે એના પરચા બતાવતા રહે છે. જેવી ગાડી પાટા પરથી રસ્તો બદલવા  આમતેમ થઈ કે ઉતરી જાય છે.ને ક્યારેક એવું સ્ટ્રોંગ બોંડિંગ હોય છે કે ગમે તેવા ઉબડખાબડ વાળા રસ્તે પણ અચકાતી ખચકાતી મંજીલની મજલ કાપતી રહે છે.
                  ક્યારેક પ્રેમ પાછળ કરેલા આઠે પહોરનાં  ઉજાગરા હવે રાત્રેના પડ્યા ભેગા નસકોરાંમાં પલ્ટે ત્યારે આ પ્રેમની ગાડીના હાલકડોલક થવાના શ્રી ગણેશ મંડાય છે. ને ગણેશબાપાની કૃપા તો એના ઉદર જેટલી ઉદાર એટલે વધારો થવામાં વાર શી ? બસ ધીમી ધારે ફરિયાદોની ફાઇલ વધતી જાય છે ને એક વખત એવો આવે છે કે ઉપરની ફાઇલને નકામું પાનું હાથ લાગે છે ને નીચે દબાયેલી અસલી ફાઇલ બિચારી દબાઇને ગુંગળાઈ ગઈ હોય છે.ક્યારેક કોઈને આ ફાઇલની ધૂળ ખંખેરી તેની નાની નાની વિગતો તપાસી ક્લોઝ કરતાં આવડે છે ને ક્યારેક કોઈ આ ફાઇલોની ઉપર ઉપરની ધૂળ ખંખેરી પછી અભેરાઈ ચડાવી દે છે. ક્યારેક કોઈ પોતે જ આને જીવતા જીવ અગ્નિને હવાલે કરે છે તો ક્યારેક કોઈ કાયદાના કળણમાં ખૂંપે છે. ને ક્યારેક  કોઈ જીવતા નર્કની અનુભૂતિ અહિયાં જ કરવા માંગતા હોય તેમ સબડતા રહે છે. ને પ્રેમ નામના સ્વર્ગના દરવાજે આવીને રહી જાય છે, શકના દરવાન બનીને.
               પ્રેમને પાંચમો વેદ કહેવામાં વાંધો નથી પણ પેલા ચાર વેદ સમજદારી .વિશ્વાસ ,લાગણી ,પરિપક્વતા ભણ્યા વગરના જે આ પ્રેમની ગાડીમાં ચડી બેસે છે તેની દશા ટિકિટ લીધા વગરના મુસાફર જેવુ થયા વગરની રહેતી નથી, જો કોઈ મુશ્કેલી રૂપે ટિકિટ ચેકર આવે તો દંડાયા વગર રહેતા નથી કારણ કે ચાલુ ટ્રેને ચડી જવાની આદત હોય છે પણ ઉતારવાની હિંમત  ક્યાં લેવા જવી ?
               તો શરૂઆતના ફકરાનું પાછું અનુસંધાન ......!!! આંખોના ઉજાગરાને મારી શકાય છે વિશ્વાસના પાણીની છાલક મારીને ....!!!. એ થીજી ગયેલી રૂ ની વાટને ક્યારેક સમજણનો તડકો દઈયે તો એ ઘી પીગળે છે ને દીવાસળીઓ ઓછી વપરાય છે. ..!!!  દિલનાં દરવાજા ખુલ્લા જરૂર રાખવા એ સમજ સાથે કે કોને એમાં પ્રવેશ આપવો ને કોને ન આપવો ..!!! ગાડી ક્યારેક પાટા પરથી ઉતરી જાય તો એને ચડાવી આપનારા હાથવગા રાખવા....!!!  નૈયા હાલક ડોલક થાય પરંતુ લાગણી ભરેલા લંગર  તો હૈયાવગા જ રાખવા.
પ્રેમ પાંચમો વેદ ખરો પણ આગળના ચારને ઘોળીને  એવા પી જવા કે નસેનસમાં લોહીની સાથે જ વહ્યા કરે....!!!
બસ આટલું કરવાથી સ્વર્ગના દરવાજા આ પૃથ્વી પર જ ખૂલવાની 100 % ગેરંટી છે. J