Thursday, 21 November 2013

ચ્યુઇગમ

ચ્યુઇંગ્મની જેમ જીવતો સંબંધ
ચવાતી તારી યાદો
પહેલા મીઠો સ્વાદ
પછી થોડો તૂરો
ને પછી ફિક્કો 
તો પણ ચવાયે જતો
ચવાય ચવાયને થાકી જવાય
ત્યારે
બહાર ફેંકાતો  સંબંધ
ને બહાર નીકળીને પણ
ક્યાંક ક્યાંક જહન માં ચોંટી રહેતો સંબંધ



Thursday, 28 March 2013

“મૌનની ભાષા



મૌનની  ભાષા પરખાય ત્યારે કહેજે
આંગળી  છૂટી પકડાય ત્યારે કહેજે

ખેલવા લાગ્યો  કેવા ખેલ હ્રદયના
પકડી  પોલું  છટકાય ત્યારે કહેજે

જોખવા ભારા કર્યા ભાર કંટકના
છટકી કાંટો ચટકાય ત્યારે કહેજે

દિલડા દીધા કેમ કર્યો ઉપાડના
ઉધારી ખાતા મંડાય ત્યારે કહેજે

ચોપાટુ જેમાં પાસા લાગે વહેમના
સોગઠા સોતા ઉછળાય ત્યારે કહેજે

લગાડી બોલી પાનાં લીધા પ્રેમના
શ્વાસોની બાજી સંકેલાય ત્યારે કહેજે

 હેમલ દવે 

Thursday, 21 March 2013

"ભગવાનનો ટેગ"


મારી નાની હીરની વાત કરુ...અમે ઉજૈનમા રહેતા હતા..અને એને ખબર નહિ કેમ પણ બધા ભગવાનની પાછ્ળ કઇને કઈ ટેગ લગાવીને વાત કરવાની આદત..જેમ કે શંકરદાદા.હનુમાનકાકા,ગણેશમામા,ક્રીષ્નાભાઇ.એટ્લુ સારુ હતુકે કોઇ માતાજીના નામ પાછ્ળ માસી ન્હોતી લગાડ્તી..અને આ બધા સાથે મારા મકાનમાલિકણને વૈષ્ણવધર્મના ચુસ્ત પાલન કરનારાને વાંધો હતો અને એમાય જ્યારે કાનાની નાની મુર્તિને લઇને રમકડાની જેમ હાથમાં લઈને ફરતી,સાથે જમાડ્તી.ઓશિકા પર રાખીને સુવડાવતી ત્યારે તો જોવા જેવી થતી..અને ડાયરેક્ટ મારી દિકરીઓને ના પાડે..આવુ ન બોલાય..આનાથી ન રમાય..ત્યાં સુધી કે તે ઉપર રહેતા હતા અને નીચે ઉતરવાનો અવાજ પણ મારી દિકરીઓ સાંભળે કે ફ્ટ દઈને બધુ મુકી દે..કારણ કે તેમના ઘેર કામ કરતી કામવાળીના દિકરાને આઘો કાઢ્નારી એ સ્ત્રી ભગવાનને બધી ઋતુ પ્રમાણે સાચવતી હતી..ધર્મનુ આચરણ વિના વિચારે કરવુ એના જેવી મુર્ખાઇ તો બીજી કોઇ નથી.                                            ખેર કોઇના વ્યક્તિગત વિચાર અને આચરણ સાથે કોઇ વાંધો ન હોય શકે પણ જ્યારે એ વિચારોનુ થોપણ આપણા પર થતુ લાગે ત્યા.....અને આ સવાલ સામે તો મારી દિકરીઓ મને પુછે.." હે મમ્મા ભગવાન કૈ થોડા એકલાના હોય...એના ઘેર એમના આપણા ઘેર આપણા....ત્યારે મારી મીત્સુ ૭ વર્ષની અને હીર ૩ વર્ષની હતી અને એ દિકરીઓ એના ડેડી પાસેથી રોજ રાત્રે અવનવી વાર્તાઓ સાંભળવા ટેવાયેલી હતી..જેમાં ચકાચકીની વાર્તાથી માંડીને કાનુડાના પરાક્ર્મ સુધીની વાર્તાઓ આવી જાય...્ભગવાનોને હંમેશા પોતાની પરિકલ્પનાઓમાં સાચવનારી અને સપનાઓમાં રોજ મળનારી હતી...સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવનાર બધા હોય જ છે જ્ન્મજાત..્પણ ઉંમર વધતા સાથે એ વ્યક્તિત્વ મા-બાપના વિચારોમાં દબાતુ જાય છે..્જમાનાની વિરુદ્ધ જઈને અથવા એમ કહો કે થોડુ આગળ જઇને અમારા સંતાનોને ઉછેરવાનુ રુપાળુ ફળ અમને જ્યારે આજે દેખાય છે ત્યારે એમ થાય છે કે આવી અભિવ્યક્તિઓને રોકવા ટોકવાનુ કામ આપણે છોડી દઇએ તો એમનુ વ્યકતિત્વ એમનુ બનીને જ નીરખે છે..અને એ મજાનુ જ હોય છે..અર્થસભર..લાગણીથી ભરપુર હોય છે.                                                                 ત્યારે અમને મારી દિકરીઓને કાનાની મુર્તિ સાથે રમવામાં કે એમનાથી થતા સંબોધનોમાં ક્યાંય અજુગતુ નહોતુ લાગ્યુ કે ન અમે એ રોક્યુ હતુ..કદાચ એથી જ એ ભગવાનની પુજા નથી કરતી પણ એના પ્રત્યેનો અહોભાવ ભારોભર ભરીને બેઠી છે..તેઓને ખબર છે..ભગવાન બધાના હ્ર્દયમાં વાસ કરે છે અને બધાની પાસે હોય જ છે..પણ હા, તેની મહેમાનગતિ કેમ કરવી એની રીતના જાણકાર બહુ ઓછા હોય છે.....




[ અને આવા સવાલોના જવાબ સાચા દેવાની જ ટેવ હોવાને કારણે અમે એ મકાન વ્હેલી તકે છોડી દીધુ હતુ કારણ કે અમને અમારી દિકરીઓની સ્વતંત્રતા પૈસા કરતા વધારે વ્હાલી હતી ]


હેમલ દવે૧૬/૧૨/૧૨૯.૩૫ સવાર


Sunday, 17 March 2013

ટુકડાભેર આકાશ


બારીનું પોતીકું ફક્ત  ટુકડાભર  આકાશ
ત્યાથી છલકાતી જતી કેટકેટલીએ આશ
ઉમટતો ક્યાક ક્યારેક પંખીઓનો કલશોર
છવાતા એ ટુકડામાં પણ વાદળો  ઘનઘોર
નરી આંખે દેખાતું ખુલ્લુ સાફસૂથરું આંગણું
થતી ઝાંખી નજર સાથે અટકી રહેતું તાતણું
ક્યારેક આવતી મીઠી હવાની  સમુદ્રી લહેરો
ના રહેતો મારો ત્યારે મારી યાદો પર પહેરો
ખૂલી જતો ભૂતકાળની યાદોનો મસ્ત પટારો
બારી કહે ટુકડામાં સમાયો તારો આરોઓવારો 

hemal dave

Friday, 15 March 2013

શબ્દોની અસવારી





શબ્દોની લયકારી મારે હ્રદયાંગણે ભાવોની હલકારી
ધાયંધાંય કરતી ફુટી નીકળે મારી કલમની કલાકારી

ઊછળી કુદીને બહાર આવવા ઊર્મિઓ કરે ધબકારી
હાશ..અનુભવતી લખ્યા પછી સમજે શેમા છે સુખાકારી

ક્યાંક કોઇ એવુ મળશે પુછશે કઇ મોટી મીર કીધી
કહીશ હુ એને મનભરીને મારી દુનિયા માણી લીધી

ઊર્મિને કાગળે ઉતારવા આજ મે દિલમાં ઠાની લીધી
ભાવોનુ તોફાન ખાળવા કલમ હ્રદયમાં ઝબોળી દિધી

દુખ પીડા સુખની સવારી પળવારમાં પુરી કીધી
જીવ્યુ એટ્લુ ક્યાં જીવવાનુ ,માયા મે સંકેલી લીધી

શબ્દોની અસવારી કરવા મેં ભાવોની સવારી લીધી
છંદ મળે ના લય મળે પ્રાસની મે તો બલિહારી કીધી



hemal dave

ઉધારીના શબ્દો


લઇને ઉધારીના શબ્દો બે ચાર દિલની વાત કરવા બેઠી
રસકસ વગરના જીવનમા અવનવા રંગ ભરવા બેઠી


દીધુ સુખ છપ્પર ફાડી ખુદાએ કોઇ ફરિયાદ કરવા બેઠી
હલકો હોકારો ભણીને પ્રેમ ના દરિયામા પગ બોળવા બેઠી


ઝંખનાના ઝાડવે ઉગાડેલા સપ્તરંગી સપના માણવા બેઠી
ફુંકાયેલા પવનને ઝાલવા મારા પ્રેમની બાહો ફેલાવા બેઠી


પ્રેમના પડ્ઘા પથરાયા ચારેકોરને હુ જાતને છુપાવા બેઠી
વહેતી ની નિર્મળ ધારાઓમા સામે ચાલીને વહેવા બેઠી


મળે છંદ ના કહેવાય અછાંદસ ,બસ વ્યક્ત કરવા બેઠી
મળે લાગણીઓના પ્રાસ " હેમ" આજે   ઉભારવા બેઠી
હેમલ દવે  

bahar nu akash


જ્યારે બહારનુ આકાશ કોરુ કટ હોય ત્યારે જરુરી નથી કે અંતરનુ પણ હોય .એવા અનેક દાખલાઓ નજર સમક્ષ આવે છે જે બહાર  કોરાક્ટ થઇને બેઠેલા હોય અને ભીતર દર્દનો લાવા ઉકળતો હોય..ક્યારે કોઇ એવુ મળે કે જેની સાથે પુરી સંવાદિતા સર્જાય કે અંતરનુ ધરબાયેલુ દર્દ એકદમ વહી જાય..આવી લાગણી સૌ કોઇની હોય જ છે અને ક્દાચ એટ્લે જ મિત્રતાની જરુર પડે છે.પણ ક્યારેક બને એવુ કે મિત્ર તમને સમજી શકે પણ સમજાવી ન શકે..ત્યારે શુ ? ક્યારેક એવુ પણ બને કે આપણે ખુદ જ આ વાત સારી રીતનાં સમજી શક્તા હોવા છ્તાં ય અમલમાં મુકી શકતા નથી..એનુ કારણ સમજાય છે ? કદાચ એ  હોય શકે ? આપણ ને આપણી જ જાત પરનાં વિશ્વાસનો અભાવ. અને જો ક્દાચ જાતને  ન સમજી શકીઍ તો કઇ નહી..ટ્રાય તો કરીએ ..ધીરે ધીરે સમજાતી જશે અને પછી લાગણીનાં વ્હેણમાં વહેવાને બદલે તરતા પણ આવડી જાય અને એથી એ આગળ આપણને તરતા આવડે એટ્લે બીજાને પણ શીખડાવી શકાય..
                     ક્યારેક બને એવું  કે તરતા આવડતુ હોવા છતાં ય એ વ્હેણનુ જોર ભય પમાડે તો એવા સમયે કોઇ એક વ્યક્તિનો સાથ જે આપણને હિમંત બંધાવે .. અને જો બધા પાસે આવી કોઇ એક જ વ્યક્તિ હોય ને તો આ પીડાતા માણસોની જમાત જે કુદકે ને ભુસકે વધી રહી છે તેની પર આપોઆપ જ કાપ મુકાઇ જશે..
                     ક્યારેક જો આવી વ્યક્તિની  નજીક આવો તો જરુર તેના અંતરમાં ડોકિયુ કરવાનુ ભુલતા નહિ કોણ જાણે ત્યારે એ વાદળને વરસવાનું મન થયુ હોય અને તમે એના ગોરંભાયેલા હ્રદયને ઓળખી ન શકો ..!

hemal dave 

Tuesday, 12 March 2013


ન માગીએ દોડ્તુ આવે એ સુખની મજા ઓર હોય છે એ એટ્લા માટેજ કે એ આપણી અપેક્ષાથી પર હોય છે
અને અચંબો હંમેશા સુખ આપે છે.સહેલાઇથી મળે એ સુખ આપણને ગમે છે ખરુ ? એ સુખને તો આપણે ક્યાં વધાવીએ છીએ..!
અને ન મળે ત્યા સુધી દુખના અવનવા રાગો ગાઇએ છીએ.હકીકતમાં દુખને ગાવા કરતા આપણે વગાડીએ છીએ વધારે અને
સુખને માણવાને બદલે દેખાડીએ છીએ વધારે..પલભરના ન માંગેલા સુખને માણીને, ન પામેલા સુખની ફરિયાદ ભુલી જઇએ તો
એનાથી રુડૂ શુ હોય શકે ?

ભીતર અંધારા ઘોર



·   एक अहेसास छुपा हे कही  मेरे आसपास
·   तू नहीं तो क्या हुवा तेरी याद रहे मेरे पास
·   न कुछ कमी हे जिंदगी मे ,न कोई दुख
·   फिर भी नहीं मिल रहा हे चाहने का सुख
·   ख़लिश कुछ चुभती हे  कही चुभाती भी हे
·   बदन को तोड़ती हे फिर  से कुछ जोड़ती हे
·   कब तक उठता रहेगा  दर्द का ये कांरवा
·   पिघल न जाये , सालो से  रोना रुका हुवा
·   बेबसी की आग ने  हे हमको भी  जलाया
·   उठा धुवा पर  कैसे ये हमे समज न आया
·   खेर दस्तूर ये दिल का था की दुनिया का
·   मजबूरी का आलम हमारा या हम दोना का
·   मनाए फिर भी हम वो खुशिया बड़े प्यारसे
·   हमारी यादे जुड़ी हे जिनसे, उसी अहेसास से


hemal dave