આપણને હંમેશ માટેની ફરિયાદ હોય છે કે મને કોઇ સમજતું નથી મને કોઈ સમજવાની કોશિશ પણ નથી કરતું પરંતુ ક્યારેય આપણે આપણી અંદર જઈને જોવાની તસ્દી નથી લેતા ..અને જો તે લીધી હોય તો આવી ફરિયાદ અસ્થાને બની જાય છે અને કેવી વિચિત્રતા છે..! બધાને માટે સમય કાઢતા લોકો પોતાને સમય દેવાનું ભૂલી જાય છે અને બીજાને આની માટેનો દોષ આપવા તત્પર રહે છે..! બીજાને મળવા બહાર પણ જવું પડે અને આ તો આપણો પોતાનો “માહ્યલો” આને બિચારાને જરા પણ ટાઈમ નહીં અને પછી એ સતાવે જ ને ..? અને ત્યારે પાછું તેની પર ધ્યાન જ નહીં ..ઓલિયો ઘોળિયો બીજાને માથે ..?
હકીકત એ છે કે આપણે આપણી અંદરના જગતને વિસ્તારતા જઇયે તો બહારનું જગત આપોઆપ સુંદર બનતું જ જશે ..અંદરની સૃષ્ટિને સારા વિચારો ..સરસ લાગણીઓ ને મસ્ત મજાનું વિશ્વાસના ફૂલોને ખાતર આપતા રહેશું તો એ પણ લીલાછમ બનીને પાંગરશે અને એની સુવાસ તમને જ નહીં તમારી આસપાસ પણ ફેલાશે ….એ અંદરના જગતને ક્યાંક પણ જો તમે સમજી ગયા તો આ ફરિયાદ તમારી તો નહીં જ રહે પણ તમારા પ્રત્યેની પણ કોઈ ને નહીં જ રહે ..

અસ્તુ …
હેમલ દવે
No comments:
Post a Comment