પિતા એક એવો શબ્દ કે
જે મોઢે આવતા જ એક પ્રકારની હાશની ભાવના થાય છે. એક સધિયારો મળે છે કે જીવનમાં કોઈ
પણ મુશ્કેલી આવશે આ પિતા નામનો પુરુષ આપણું રક્ષણ કરવા હમેંશા તૈયાર જ હશે.
શ્રી રામ નારાયણ
પાઠકે પિતાની સરસ વ્યાખ્યા કરી છે તેમના પ્રસિદ્ધ ગીતમાં ...તેઓ પરથમ પરમાણ એટ્લે કે પ્રથમ પ્રણામ તેની માતાને કરે છે કે
જેને માટીમાંથી રતન બનાવ્યો ને બીજા પ્રણામ તેમના પિતાને કરે છે .તેઓની વ્યાખ્યા
મુજબ પિતા એટ્લે કે “જેણે ઘરની બહાર આણી મને શેરી બતાવી તે “
માતા
જગતમાં લાવે છે અને પિતા આ જગત શું તેનો ખ્યાલ કરાવે છે.પિતાની વાત નીકળે એટ્લે
તરત જ પિતા-પુત્રીના પ્રેમની વાતો નીકળે . નરસિંહ મહેતા જેવો વૈરાગી પિતા કુંવરબાઈ
વગર અધૂરો છે.પંડિત નહેરુ જેવા પિતા ઇન્દિરા વિના અધૂરા છે. શંકુતલાના પ્રેમમાં કણ્વ જેવા પ્રખર ઋષિ પણ આખરે તો પિતા બનીને જ રહે
છે. પિતાને પુત્રી પર પ્રેમ કદાચ એટ્લે
વધારે હોય શકે કે પુરુષમાં ગમે તેટલી પ્રબળ લાગણી હોવાની ,ગમે
તેટલો પ્રેમાળ હોવાનો પણ એ માતૃત્વ પામવાનો વિશેષ અધિકાર ચૂકી જાય છે કારણ કે એ
પુરુષ છે. ને કદાચ પોતાની આ ખોટને પુરાવા એ દીકરીને વિશેષ વહાલ કરતો હોય એવું બની
શકે. દરેક પુરુષ અંતે તો બાળકમાંથી પરિવર્તિત થયેલો હોય છે ને તેમને મન માં શબ્દ સાથે તેમની નાનપણની સ્મૃતિઓ આખર સુધી
જળવાયેલી જ રહે છે ને કદાચ પોતાની માં ની છબી એને દીકરીમાં દેખાતી હોય શકે.
પ્રત્યેક પુરુષમાં થોડું ક
સ્ત્રીત્વ ને પ્રત્યેક સ્ત્રીમાં થોડું પુરુષત્વ રહેલું હોય છે. અને પુરુષમાં
રહેલા આ થોડાક સ્ત્રીત્વને દીકરી વિસ્તારે છે. તેનામાં ઝાકળ જેવી ભીનાશ છંટકોરી દે
છે.
આમ જોઇયે તો પિતા એટ્લે “ડર” ઉત્પન્ન કરનાર
વ્યક્તિ. ઘરમાં પણ કઇંક થાય એટ્લે મમ્મીનો પહેલો સ્વર એ જ નીકળે કે “પપ્પાને નહીં
ગમે , પપ્પાને કહી દઇશ” ને કઇંક પૂછવાની વાત આવે એટ્લે સીધું
પપ્પા પર જ આ પૂછી લેવાનો કળશ ઢોળાય. જાણે અજાણે બાળકોના મનમાં પપ્પાની એક એવી છબી
બંધાય જેમાં ડર, ભય, માન બધુ જ સામિલ હોય છે. ને એવી ગ્રંથિ બંધાય છે કે
પિતાની અનુમતિ વગર ડગલું પણ ભરી નહીં શકાય. આમાં ક્યારેક પપ્પાની હા પાડે
..ક્યારેક ના પાડે. ને હા પડાવવા પાછળ પણ એટલું માનસિક દબાણ હોય કેટકેટલી કથાઓ ઊભી
કરાય હોય ..મૂડ પારખીને વાત થઈ હોય ..તેમના ફ્રી ટાઈમની રાહ જોવાઇ હોય..એટલી આવી “હા”
પડે એળે હાશકારો થતો હોય પણ એ “ હા “ નો આનંદ ન હોય ને “ ના “ પડે તો વાત જ શું
કરવી..!!
આમ જાણે અજાણે બંધાતી જતી આ નકારાત્મક ગ્રંથિ
આગળ જતાં બહુ મોટું સ્વરૂપ ધારણ કરે છે. ગભરુ સંતાન હોય તો એનો વિકાસ આવી ભય
ગ્રંથિ સાથે થયા કરે છે.
ને કદાચ એટ્લે જ પિતા પુત્રની
વાતો ખૂબ ઓછી થઈ છે કારણ કે આવી બધી વાતો પિતા ને પુત્ર વચ્ચે કાયમી રહે છે, દીકરીને તો અંતે સાસરે જ જવાનું હોય છે.
ફાધર્સ ડે તો સંતાનમાં કોઈ ભેદ પાડતો નથી. આપણાં
ભારતીય સમાજમાં આવા કોઈ ડે ની જરૂર નથી છતાં ય આવા ડેઝ ઉજવવા પાછળ સંબંધોની લાગણીઓ જોડાયેલી હોય તો
ઉજવવામાં વાંધો પણ શું હોય શકે ..!!!
ફક્ત પિતા પુત્રીના પ્રેમને સીમિત ન રાખતા આજે
કેટલાક એવા પિતા –પુત્રની પણ વાતો ..રાજા દશરથને ચાર પુત્ર ને એક પુત્રી હતા
.પુત્ર વિયોગમાં પ્રાણ ખોનારા કદાચ તે પહેલા વ્યક્તિ હશે. ને શ્રવણની કથાથી કોણ
અજાણ હશે !!! પિતૃભક્તિની આવી અનેક ગાથાઓ
આપણાં પુરાણોમાં સચવાઇને પડી છે ને એવું આપણી ફિલ્મી દુનિયાની પણ છે.પિતા પુત્રની
ભાવના ને દર્શાવતી ઘણી બધી ફિલ્મો આવી છે ને આ બધી જ ફિલ્મોમાં ખૂબ સરસ સંવેદન
પકડાયું છે.
પિતા-પુત્ર ભલે
પિતા-પુત્રીની જેમ નજીક ન હોય પણ એક અદ્રશ્ય સેતુ બંન્નેને કોઈ મૂક લાગણીથી જોડી
રાખે છે. તેમની વચ્ચે શબ્દો જરૂરથી ઓછા બોલતા હશે પણ સંવેદન
ભારોભાર હશે. પિતાની આંગળી પકડીને બહારની
દુનિયા જોવા નીકળેલો બાળક પિતાની નજરે જ દુનિયાને ઓળખતો થાય છે. પિતાને પગલે જ
ચાલનારો થાય છે. ડગુમગુ ચાલતા પગલાંમાંથી મક્કમ પગલાં સુધીની યાત્રામાં પિતા જ
પુત્રનો હમસફર બનીને રહે છે.
અસ્તુ
hemal dave
No comments:
Post a Comment