Thursday, 6 November 2014

'સજાતિય સબંધ શું ગુનો છે ? '

                  ઈશ્વર એટ્લે કે કુદરત બહુ વિચારીને માનવજીવન આપે છે અને આજ માનવને માનવી થવું કે પશુઓની જેમ જીવન જીવી જવું એ નક્કી કરવા વિચારો પણ આપે છે. પોતાની નબળાઈને જીતીને જે જીવી શકે છે અથવા નબળાઈને જાણવા છતાં જીરવી જાય છે ને પછી સારી રીતે જીવી જાય છે અને ખાસ બીજાને જીવનનું મૂલ્ય સમજાવી જાય છે. આમ પોતાનું મૂલ્ય આંકવું ને બીજાને શિખડાવું એ નાની સુની વાત જ નથી. માણસ પોતાની આત્મકથા લખતી વખતે પણ કઈક એવું તો છુપાવે જ છે ..અથવા લખે તો પણ કૈંક છુપાવીને ….જ્યારે આ તો જગ સામે જાત ખોલવાની વાત છે ને હિંમતભેર સામનો કરવો એ ખાવાના ખેલ બિલકુલ નથી.                                     સૌ પહેલા પ્રિન્સનો પરિચય મને મારા ફેવરિટ ઓપ્રા વિન્ફ્રે ના શો દ્વારા થયો ………ને એમને મળીને જે આનંદ થયો છે ..એની તુલના ન થઈ શકે …………..મળવા જેવા માણસ ….વિચારોથી એકદમ સાફ ……દંભનું નામોનિશાન નહીં …………..ને એટ્લે જ કહીશ …..HATS OF HIM ……DIL SE ..                    
જી હા હું વાત કરી રહી છું રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહીલ વિશે  ………અથવા વધુ કહું તો ગે એક્ટિવીસ્ટ વિશે ..   
         
                     ફક્ત 12 વર્ષની વયે જ પોતાની જાતને ઓળખી લેનાર ને વર્ષો  પોતાની જાત સાથે લડાઈ લડ્યા પછી એક વાર નર્વસ બ્રેક ડાઉનનો ભોગ બન્યા પછી ડોકટર દ્વારા તેમના પરિવારને તેમની ગે હોવાની જાણ થઈ .પણ ત્યાં સુધીમાં મોડુ થઈ ચૂક્યું હતું ..તેમના લગ્ન પણ કરી દેવાયા હતા ને તેમના ગે હોવાને કારણે એ ડાયવોર્સમાં પણ પરિણમ્યા હતા…પરંતુ સોનાને શુદ્ધ  થઈ ને બહાર આવવું હોય તો તપવું પડે છે ને એવી જ રીતે તપી તપીને શુદ્ધ થયેલા આ સોના જેવા માનવીએ આ તપારો બીજાને વેઠવો ન પડે..ને ચાલુ થયેલી તેમની લડત આજ દિવસ સુધી થંભી નથી ને થંભવાની પણ નથી………! તેમના વિશેની બધી જ માહિતી એક ક્લિક પર ઉપલબ્ધ છે પરંતુ તેમની  આંતરિક અટારીએ પહોંચવાનું બધાનું નસીબ નથી હોતું.      

                       માણસ હંમેશા નબળો પ્રાણી બનીને રહ્યો છે તેમની સબળતા ક્યાં તો જીભ પર રહી છે ક્યાં તો લખવામાં રહી છે અથવા બીજાને સલાહ દેવામાં શૂરાપુરા રહી છે પરંતુ પોતા પર જ્યારે વાત આવે ત્યારે તેમની આ સબળતાની તલવાર મ્યાન થઈ જાય છે ………..આવા નબળા પ્રાણીમાં કોઈ સબળ અવાજ જ્યારે સંભળાય છે ત્યારે દિલ બાગ બાગ થઈ જાય છે.જીવન જીવવાનો એક અલગ જુસ્સો લોહીના કણ કણમાં વ્યાપી જાય છે……..!       
                        
            કુદરતે આપેલી આ કુદરતી રચનાને કેમ કુદરતી લેવામાં નથી આવતી ..માનસિક કે શારીરિક  ખોડ ખાંપણ સાથે જન્મ લેતી વ્યક્તિઓને આજે કૈંક સારી દ્રષ્ટિથી જોવાની શરૂઆત થઈ છે પરંતુ હજુ એ દ્રષ્ટિ ધૂંધળી તો છે જ ….પરંતુ એવી જ કુદરતી ખોડ સાથે જન્મનાર આ વ્યક્તિઑ કે , પુરુષો માટે “ ગે “ ને સ્ત્રીઓ માટે “ લેસ્બિયન “ શબ્દ વપરાય છે. ને ટૂંકમાં કહીયે તો તેવો  સજાતિય સંબંધ ધરાવે છે..તેમને વિરુદ્ધ જાતિ કરતાં પોતાની જાતિ તરફ જ આકર્ષણ રહે છે. તેમના જાતિય સંબંધો તેમની જ જાતિ સાથે હોય છે.                                  ને વેજ્ઞાનિક રીતે પણ આ પુરવાર થઈ ચૂક્યું છે કે આ માનસિક બીમારી નથી પરંતુ સંપૂર્ણપણે શારીરિક જ છે . ને છતાં ય આ કાળા માથાના માનવીને સ્વીકારવામાં બીજા  અધકચરા વિચારો વાળા કાળા માનવીને ઝાટકા લાગે છે ..શું કામ ???  ફક્ત ને ફક્ત એટલા માટે જ કે તેઓ  સજાતિય લોકો સાથે સેક્સ સંબંધથી બંધાય છે ?  થર્ડ જેન્ડરના લોકો તો આ સંબંધ પણ બાંધી નથી શકતા …જેમ ખાવા પીવાની જરૂરિયાત પૂરી કરવી જ પડે છે તેમ શું શારીરિક જરૂરિયાત પૂરી કરવાની જરૂર ન પડે ? એ શું એમનો હક નથી   ??  એના પોતાના મૂળભૂત હક માટે એમને લડત આપવી પડે એ કેવું ..? ને આપણે એ લડતમાં તેમનો સાથ આપવાને બદલે નાકના ટિચકા ચડાવીને વાત કરીયે એ પણ કેવું ..?      

                           ખરી જરૂરિયાત જ તેઓની આપણાં સહજ સ્વીકારની છે તેમની શારીરિક રચનાની નબળાઈઓ તેમને સહન કરવાની જ છે પરંતુ આપણી સામેની લડાઈ બહુ વસમી પડે છે ..અહિયાં આપણી એટલે આ “ સમાજ “ સમજવું.                                     બસ આ કહેવાતા સમાજ સામે લડત આપતા માનવ ..પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહેલ ને જ્યારે પહેલી વાર ઓપ્રા વિન્ફ્રે ના શો માં ખૂલીને વાત કરતાં જોયા ત્યારથી જ તેમની હિંમતની એક પ્રશંસક બની ગઈ હતી ને જ્યારે સદેહે મળવાનું થયું ….ત્યારે  તેમની નિખાલસતા ..સાલસતા ને વિચારોનું ખુલ્લાપણું ….ને તેમની આગવી બુદ્ધિમતા સ્પર્શી ગઈ. ………..!          

                                   એ પોતે જ સ્વીકારે છે કે અમારો રાજવી સમાજમાં પણ દંભ છે  ..તેમની કેટલીયે કુટેવો ..ખોટા રીત રિવાજ સામે એમને વાંધો છે. પોતે રાજવી પરિવારમાં જન્મેલા છે ને એટ્લે જ કદાચ આ લડાઈ એમના માટે લડવી અઘરી બની હતી.     એ કહે છે કે હું મારા  માતાજીનો આભાર માનું છું કે ફક્ત એક વાક્યમાં કે “ તમે મને જન્મ આપ્યો તો હું ઓપ્રા વિન્ફ્રેના શો માં પહોંચ્યો “.  તેમની સાથેની મુલાકાતમાં ઘણા પ્રશ્નોના જવાબ ખૂબ સરળતાથી આપ્યા …..તેઓ કહે છે કે “ સામાન્ય રીતે બધા  જમણા હાથે લખતા હોય ને કોઈ ડાબા હાથે લખે તો શું એ એબ્નોર્મલ ગણાશે ? જો નહીં તો ગે હોવું પણ આવી જ કૈંક બાબત છે. તેઓ પોતાની જાતને આટલી સરળતાથી સ્વીકારે છે.. જ્યાં સમાજ સામે સજાતિય સંબંધ ગુનો છે ને તેનાથી પરિવાર તૂટે છે આ  પ્રશ્નના જવાબમાં કહે છે કે “અમે પરિવારને વધારી  નથી શકતા કે જોડી નથી શકતા  પણ તોડવા નથી માગતા ઉલટાનું આવી વ્યક્તિ જ્યારે લગ્ન કરે છે ત્યારે તેમની સાથે રહેલ પાત્ર સાથે અન્યાય કરે જ છે ..ઉલ્ટાનું આવી વ્યક્તિ પોતે જ જેવા છે એવા સ્વીકારી લે તો પરિસ્થિતી સહજ ને સરળ બને છે. તેઓ કહે છે કે “ તેમની ઓફિસમાં કામ કરતી સ્ત્રીઓના પતિઓ કહે છે કે તેમની પત્ની આ સ્થળે સૌથી વધુ સલામત છે “.  વધુ માં કહે છે કે “ અમુક સ્ત્રીઓ જ પોતાના પતિ જ્યારે “ ગે “ હોવાની  જાણ થાય ત્યારે તેમની સંસ્થામાં લઈને આવે છે ..આવી સ્ત્રી કહે છે કે મારો પતિ કોઈ સ્ત્રી આગળ જતો હોત તો શું કરી શકત ? એને બદલે ભલે એ પુરુષમિત્ર પાસે જાય કમસે કમ એ મિત્રની આર્થિક જવાબદારી તો માથે નહીં આવે ને અથવા તો કોઈ  સ્ત્રી મિત્ર હોય તો બાળક થવાની પણ સંભાવના જ્યારે આ સંબંધમાં આવું કઇં તો નહીં બને ને !!!  આમ સમાજમાં સહજ રીતે પણ આ સંબંધને  સ્વીકારી લેવાય છે  પરંતુ એનું પ્રમાણ બહુ  ઓછું છે.                            

તેમના સજાતિય સંબંધ ધરાવનાર સમાજમાં પણ અમુક ગુના થાય છે .છેતરપિંડી થાય છે .ક્યારેક બ્લેકમેલિંગ થાય છે તો ક્યાંક સજાતિય સંબંધોને લઈને થતી બીમારીઓ પણ વકરી રહી છે….ને આ બધા જ પ્રશ્નો સામે એમની લડત ચાલી રહી છે તેમની  “ લક્ષ્ય “ સંસ્થા દ્વારા ….                            ને “ લક્ષ્ય “ નું લક્ષ્ય બિલકુલ સાફ છે. તેમની યોજનાનું એક પાસું હ્રદય સ્પર્શી છે કે તેઓએ નર્મદાના કિનારે આશ્રમ ખોલ્યો છે જેમાં સમાજના આ વર્ગ ઉપરાંત દરેક વર્ગ જે તરછોડાયેલો છે તેમણે સ્થાન આપે છે. માણસની પાછલી જિંદગી જો ઘાવ વગરની બનાવા એ કટિબદ્ધ છે.              
           
 એક સામાજિક પ્રાણી થઈને આપણે આપણાં  નકામા તીર આડેધડ છોડ્યા કરીએ છીએ બલ્કે  આપણે જરૂર છે તો આવા કોઈ લક્ષ્ય રાખીને કામ કરતાં માનવીના ભાથામાં  તીર બનીને રહેવાની…….!   

hemal dave  18 July 2014   

No comments:

Post a Comment