ન માગીએ દોડ્તુ આવે એ સુખની મજા ઓર હોય છે એ એટ્લા માટેજ કે એ આપણી અપેક્ષાથી પર
હોય છે
અને અચંબો હંમેશા સુખ આપે છે.સહેલાઇથી મળે એ સુખ આપણને ગમે છે ખરુ ? એ સુખને તો આપણે ક્યાં વધાવીએ છીએ..!
અને ન મળે ત્યા સુધી દુખના અવનવા રાગો ગાઇએ છીએ.હકીકતમાં દુખને ગાવા કરતા આપણે
વગાડીએ છીએ વધારે અને
સુખને માણવાને બદલે દેખાડીએ છીએ વધારે..પલભરના ન માંગેલા સુખને માણીને, ન પામેલા સુખની ફરિયાદ ભુલી જઇએ તો
એનાથી રુડૂ શુ હોય શકે ?
No comments:
Post a Comment