લઇને ઉધારીના શબ્દો બે ચાર દિલની વાત કરવા બેઠી
રસકસ વગરના આ જીવનમા અવનવા રંગ ભરવા બેઠી
દીધુ સુખ છપ્પર ફાડી ખુદાએ ન કોઇ ફરિયાદ કરવા બેઠી
હલકો હોકારો ભણીને પ્રેમ ના દરિયામા પગ બોળવા બેઠી
ઝંખનાના ઝાડવે ઉગાડેલા સપ્તરંગી સપના માણવા બેઠી
ફુંકાયેલા પવનને ઝાલવા મારા પ્રેમની બાહો ફેલાવા બેઠી
પ્રેમના પડ્ઘા પથરાયા ચારેકોરને હુ જાતને છુપાવા બેઠી
વહેતી એની નિર્મળ ધારાઓમા સામે ચાલીને વહેવા બેઠી
ન મળે છંદ ના કહેવાય અછાંદસ ,બસ વ્યક્ત કરવા બેઠી
મળે લાગણીઓના જ પ્રાસ " હેમ" આજે એ ઉભારવા બેઠી
હેમલ દવે
No comments:
Post a Comment