જ્યારે બહારનુ આકાશ
કોરુ કટ હોય ત્યારે જરુરી નથી કે અંતરનુ પણ હોય .એવા અનેક દાખલાઓ નજર સમક્ષ આવે છે
જે બહાર કોરાક્ટ થઇને બેઠેલા હોય અને ભીતર
દર્દનો લાવા ઉકળતો હોય..ક્યારે કોઇ એવુ મળે કે જેની સાથે પુરી સંવાદિતા સર્જાય કે અંતરનુ
ધરબાયેલુ દર્દ એકદમ વહી જાય..આવી લાગણી સૌ કોઇની હોય જ છે અને ક્દાચ એટ્લે જ મિત્રતાની
જરુર પડે છે.પણ ક્યારેક બને એવુ કે મિત્ર તમને સમજી શકે પણ સમજાવી ન શકે..ત્યારે શુ
? ક્યારેક એવુ પણ બને કે
આપણે ખુદ જ આ વાત સારી રીતનાં સમજી શક્તા હોવા છ્તાં ય અમલમાં મુકી શકતા નથી..એનુ કારણ
સમજાય છે ? કદાચ એ હોય
શકે ? આપણ ને આપણી જ જાત પરનાં વિશ્વાસનો અભાવ. અને જો ક્દાચ
જાતને ન સમજી શકીઍ તો કઇ નહી..ટ્રાય તો કરીએ
..ધીરે ધીરે સમજાતી જશે અને પછી લાગણીનાં વ્હેણમાં વહેવાને બદલે તરતા પણ આવડી જાય અને
એથી એ આગળ આપણને તરતા આવડે એટ્લે બીજાને પણ શીખડાવી શકાય..
ક્યારેક બને એવું કે તરતા આવડતુ હોવા છતાં ય એ વ્હેણનુ જોર ભય પમાડે
તો એવા સમયે કોઇ એક વ્યક્તિનો સાથ જે આપણને હિમંત બંધાવે .. અને જો બધા પાસે આવી કોઇ
એક જ વ્યક્તિ હોય ને તો આ પીડાતા માણસોની જમાત જે કુદકે ને ભુસકે વધી રહી છે તેની પર
આપોઆપ જ કાપ મુકાઇ જશે..
ક્યારેક જો આવી વ્યક્તિની નજીક આવો તો જરુર તેના અંતરમાં ડોકિયુ કરવાનુ ભુલતા
નહિ કોણ જાણે ત્યારે એ વાદળને વરસવાનું મન થયુ હોય અને તમે એના ગોરંભાયેલા હ્રદયને
ઓળખી ન શકો ..!
hemal dave
No comments:
Post a Comment