બારીનું
પોતીકું ફક્ત ટુકડાભર આકાશ
ત્યાથી
છલકાતી જતી કેટકેટલીએ આશ
ઉમટતો
ક્યાક ક્યારેક પંખીઓનો કલશોર
છવાતા
એ ટુકડામાં પણ વાદળો ઘનઘોર
નરી
આંખે દેખાતું ખુલ્લુ સાફસૂથરું આંગણું
થતી
ઝાંખી નજર સાથે અટકી રહેતું તાતણું
ક્યારેક
આવતી મીઠી હવાની સમુદ્રી લહેરો
ના
રહેતો મારો ત્યારે મારી યાદો પર પહેરો
ખૂલી
જતો ભૂતકાળની યાદોનો મસ્ત પટારો
બારી
કહે ટુકડામાં સમાયો તારો આરોઓવારો
hemal dave
બારીનું પોતીકું ફક્ત ટુકડાભર આકાશ . . .
ReplyDelete