મૌનની ભાષા પરખાય ત્યારે કહેજે
આંગળી છૂટી પકડાય ત્યારે કહેજે
ખેલવા લાગ્યો કેવા ખેલ હ્રદયના
પકડી પોલું છટકાય ત્યારે કહેજે
જોખવા ભારા કર્યા ભાર કંટકના
છટકી કાંટો ચટકાય ત્યારે કહેજે
દિલડા દીધા કેમ કર્યો ઉપાડના
ઉધારી ખાતા મંડાય ત્યારે કહેજે
ચોપાટુ જેમાં પાસા લાગે વહેમના
સોગઠા સોતા ઉછળાય ત્યારે કહેજે
લગાડી બોલી પાનાં લીધા પ્રેમના
શ્વાસોની બાજી સંકેલાય ત્યારે કહેજે
હેમલ દવે
વાહ સરસ રચના
ReplyDelete